Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખુલાસો ! ૨૪.૬૬ લાખના એટીએમ ફ્રોડમાં ત્રીજા આરોપીને મળ્યા માત્ર ૫૦,૦૦૦ રૂપિયા

એટીએમ ફ્રોડના ત્રીજા આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયો

મોરબી સહીત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એટીએમ ફ્રોડ કરનાર બે ઈસમો ઝડપાયા બાદ ત્રીજો આરોપી ઝડપાયો હતો જેને રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ કર્યા હતા જેમાં સાડા ચોવીસ લાખના એટીએમ ફ્રોડમાં મદદગારી કરનાર આરોપીને માત્ર ૫૦ હજાર રૂપિયા હાથ લાગ્યા હતા

મોરબીમાં ૪૩ લોકો સાથે એટીએમ ચીટીંગ કરીને ૨૪,૬૬,૧૦૦ રૂપિયાની ચીટીંગ કરવામાં આવી હોય અને છ માસમાં અનેક સ્થળોએ ગ્રાહકોને નિશાન બનાવનાર બે ભેજાબાજો જુનાગઢ પોલીસને હાથ ઝડપાયા બાદ મોરબી પોલીસે બંને આરોપીનો જેલમાંથી કબજો લીધો હતો અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે અંગે વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી અને તેની ટીમ ચલાવતા હોય સઘન પૂછપરછ દરમિયાન ત્રીજો આરોપી ગાંધીનગર જીલ્લાના માણસાનો રહેવાસી હોય આરોપી દીપ ઉર્ફે પોપટ સુરેશભાઈ પટેલ (ઉ.વ.૨૮) રહે માણસા વાળાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા તા. ૨૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો હતો

જે રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ કરતા કેટલાક ખુલાસા થયા હતા જેમાં મુખ્ય બંને આરોપી એટીએમ સાથે છેડછાડ કરતા હોય ત્યારે મદદગારી કરનાર આરોપી બહાર ધ્યાન રાખતો હતો અને એક મુખ્ય આરોપીની પત્ની કોલ સેન્ટરમાં નોકરી કરતી જેના થકી તે આ બંને ભેજાબાજોનાં સંપર્કમાં આવ્યો હતો અને બંને મુખ્ય આરોપીઓએ ૨૪.૬૬ લાખનું ફોર્ડ કર્યું હોય જેમાં આરોપી દીપ પટેલને માત્ર ૫૦ હજારની રકમ જ મળી હતી બાકી રકમ બંને મુખ્ય ભેજાબાજો ચાઉં કરી ગયાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી તો આરોપીપના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલહવાલે કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat