દીકરાને મારનારને સમજાવવા ગયેલી માતાને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા
ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડાઇ



માળીયામાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં મહિલાના પુત્રને માર માર્ટા આરોપીને સમજાવવા ગયેલી માતાને આરોપીએ છરીના ત્રણ ઘા ઝીંકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હસીનાબેન અબ્દુલભાઇ મોવરનો પુત્ર વિસ્તારમાં આવેલ રાજાભાઈની દુકાન પાસે બેઠો હોય ત્યારે વલીમામદ કાદર મિયાણા નામનો શખ્શ આવીને ફરિયાદીના પુત્રને કોઈપણ કારણ વગર માર મારવા લાગયો હતો અને ફરિયાદી માતા આરોપીને સમજાવવા જતા અન્ય બે આરોપીઓ ઈરફાન ઓસમાણ અને અજગર હુસેનભાઇએ ફરિયાદીને પકડી રાખી હતી અને આરોપી વલીમામદે મહિલાને છરીના ત્રણ ઘા ઝીંકી દેતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જે બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે