મોરબીમાં આવતીકાલે સૌ-પ્રથમ વખત એક્સપર્ટ બ્યુટીકેર સેમીનાર

સખી ક્લબ દ્વારા મોરબી દ્વારા સૌપ્રથમ વખત લંડનમાં રેકોર્ડ બ્રેક ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવેલ બ્યુટીશીયન દ્વારા આવતીકાલે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નિષ્ણાત બ્યુટીશ્યન બ્યુટી કેર વિશે માર્ગદર્શન આપશે.

મોરબીની સખી ક્લબ દ્વારા આવતીકાલે રવાપર રોડ પર આવેલ ઉમા હોલ ખાતે બપોરે 3 થી 6 દરમિયાન હેરકટ, સ્કિનકૅર, બ્યુટરકેર, અને મેકઅપ સહિતની બ્યુટી ટ્રીટમેન્ટ માટે લંડન રેકોર્ડ બ્રેક ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવેલ નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં પ્રથમ ૨૫ એન્ટ્રી ફ્રી આપવામાં આવશે.તેમજ ત્રણ જાતના મેકઅપ ડેમો અને હેર સ્ટાઈલ ડેમો રજુ કરવામાં આવશે.તો આ સેમિનારમાં વિધાર્થીઓ અને મહિલાઓને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.તેમજ વધુ વિગતો માટે નિધિબેન મોં.૭૦૪૬૪ ૨૨૧૧૮ પર સંપર્ક કરવા જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat