


મોરબી એલ.સી.બી. ટીમે વાંકાનેરના કોઠારીયા ગામ નજીક થી વિદેશી દારૂ ભરેલ ઇકો કાર ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસની સૂચના હેઠળ એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહગોહીલ તથા પો.કોન્સ. ભરતભાઇ મિયાત્રાને વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં કાચા રસ્તેથી ઇકો ગાડીમાથી વિદેશી દારૂ લઇ જવાતો હોવાની ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી ઇકો ગઈ નીકળતા તેને રોકી તલાસી લેતા તેમાંથી ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૧૨૧ કી.રૂ. ૩૬,૩૦૦ તથા ઇકો ગાડી કી.રૂ. ૧,૫૦,૦૦૦ મળી કૂલ કી.રૂ. ૧,૮૬,૩૦૦/-નો મુદામાલ કબ્જે કરીને વાંકાનેર પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

