Billboard ad 1150*250 Billboard ad 1150*250

વિસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં એલ.સી.બી. ટીમે દરોડો પાડીને ૪૧ હજારથી વધુના મુદામાલ સાથે એક્ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસની સૂચનથી એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને વિસીપરા બીલાલી મસ્જીદ પાછળ રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવાયો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી બોટલ નંગ- ૧૦૬ કીમત રૂ.૪૧,૨૦૦ સાથે આરોપી મયુદિન ગુલામભાઇ કચ્છી/મેમણ રહે.મોરબી વીસીપરા વાળાને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat