બેશરમીની હદ વટાવી ! માળિયામાં પરિણીતાની છેડતી કરી પતિને જાનથી મારી નાખવાની ધમકી

કુંભારિયા ગામે બની શરમજનક ઘટના

માળિયાના કુંભારિયા ગામની એક પરિણીતાને રાત્રીના સમયે આરોપીએ તેની છેડતી કરી બીભત્સ માંગણીઓ કરી હતી તેમજ તેનો પ્રતિકાર કરતા પતિને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે

બનાવની મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના કુંભારિયા ગામની એક પરિણીતાએ પોલીસને ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે રાત્રીના સમયે તે પોતાના ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઈને તેના જ ગામનો આરોપી વિક્રમ પ્રેમજી પરાસરા ઘરમાં આવી ફરિયાદીનું બાવણું પકડી લીધું હતું અને તેનું મોઢું દબાવી ગેરવ્યાજબી માંગણી કરી હતી એટલું જ નહિ પરંતુ આ સમય દરમિયાન ભોગ બનનાર પરિણીતાનો પતિ ત્યાં આવી જતા આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat