



મોરબીના સિરામિક ઉદ્યોગકારો માઠી સ્થિતિમાં મુકાયા છે એક તરફ ગેસના ભાવવધારા સામે તેના વિકલ્પ તરીકે વપરાતા કોલ ગેસીફાયરમાં ટ્રાયલ રન અને રીપોર્ટમાં ઢીલી નીતિથી પરેશાન ઉદ્યોગકારો આજે એસો પ્રમુખની આગેવાનીમાં જીપીસીબીના ચેરમેનને મળી રજૂઆત કરી હતી
મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાની આગેવાનીમાં આજે સિરામિક ઉદ્યોગપતિઓ ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં જીપીસીબીના ચેરમેન રાજીવ ગુપ્તાને મળ્યા હતા અને સિરામિક ઉદ્યોગને સતાવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી ઉકેલની માંગ કરી હતી જેમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસીફાયરના ટ્રાયલ રન જે ચાર માસનો સમય આપવામાં આવે છે અને જે દરમિયાન કરવામાં આવતા રીપોર્ટ સહિતની કાર્યવાહીમાં ઢીલ થાય છે જેથી સમય અને નાણાનો વ્યય થતો હોય જેથી ઉદ્યોગકારો પરેશાની ભોગવી રહ્યા છે
તો એક જ ડીઝાઈનના ગેસીફાયર છતાં યુનિટમાં નવા ગેસીફાયર માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને આ પ્રક્રિયા ધીમી રાહે થાય છે અને રીપોર્ટ અને ક્લીયરન્સ સહિતની કાર્યવાહી થવી જોઈએ તેનાથી વધુ વિલંબે થાય છે જે અંગે યોગ્ય પગલા ભરવામાં આવે અને સિરામિક ઉદ્યોગને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે



