Billboard ad 1150*250

મોરબી જીલ્લા પંચાયતની કારોબારી બેઠક યોજાઈ

0 675

મોરબી જીલ્લા પંચાયતની કારોબારી બેઠક અગાઉ મોકૂફ રાખ્યા બાદ આજે મળી હતીમોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને ડીડીઓ એસ.એમ.ખટાણાના અધ્યક્ષસ્થાને આજે કારોબારી બેઠક મળી હતી જેમાં તા. ૧૩-૬ ના રોજ મળેલી કારોબારી સમિતિ કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત મોરબી જીલ્લાના માળિયા તાલુકાના જુના ઘાંટીલા ગામે જર્જરિત આયુર્વેદ ક્વાર્ટર ડીમોલીશન કરવા અને  અધ્યક્ષસ્થાનેથી રજુ કરવામાં આવેલા એજન્ડાઓ જેમાં જીલ્લાના ૨ આરોગ્ય કેન્દ્ર સોલાર કેન્દ્રથી ચાલતા હોય જે પદ્ધતિથી અન્ય ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી મળી છે.અન્ય આઠ પીએચસી માટે દરખાસ્ત સહિતના એજન્ડાઓ સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યા હતા. આજે કારોબારી બેઠક દરમિયાન  કુલ ૧૦૬ બિનખેતી ફાઈલને મંજુરી આપીને ૩૭૦ એકર જમીન બિનખેતી કરવામાં આવી હતી જેમાં ૩૩ રહેણાંક હેતુ, ૧૦ વાણીજ્ય હેતુ અને ૬૩ ફાઈલ ઉદ્યોગ હેતુ માટેની આવેલ હતી જેને મંજુરી આપવામાં આવી હતી. દસ દિવસ પૂર્વે મળનારી કારોબારી બેઠક મોકૂફ રાખવામાં આવી હતી જોકે કોંગ્રેસના જ આઠ સદસ્યોએ બાકીના ૧૪ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા આજની કારોબારી બેઠકમાં તડાફડી બોલવાની સંભાવના વ્યકત કરાઈ હતી જોકે બાગી સદસ્યો પાણીમાં બેસી ગયા હોય તેવું જોવા મળ્યું હતું.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat