મોરબી જીલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક, નવાજુનીના એંધાણ

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દ્વારા ગત તા. ૧૯ ના રોજ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જે ટેકનીકલ કારણોસર મોકૂફ રાખવાની ફરજ પડી હતી જોકે કારોબારી બેઠકમાં આવેલા કારોબારી સમિતિના સદસ્ય સરોજબેન વિડજા, ગીતાબેન દુબરિયા, હેમાંગભાઈ રાવલ ઉપરાંત હસમુખભાઈ મુછડિયા, રેખાબેન પટેલ, સહિતના આઠ સદસ્યોએ જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયા, કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયા સહિતના ૧૪ સદસ્યો સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મુક્યા હતા. પત્રકાર પરિષદને સંબોધીને કોંગ્રેસના જ સદસ્યોએ જણાવ્યું હતું કે જીલ્લા પંચાયતમાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં જે બિનખેતી ફાઈલો ક્લીયર કરવામાં આવી છે જેમાં ૧૨૫૦ એકર જમીન બિનખેતી કરવા માટે ૧૪ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કારોબારી બેઠકમાં આવતી બિનખેતી ફાઈલો વહીવટ કરીને તેનો નિકાલ કરવામાં આવતા હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસના જ સદસ્યોએ મુક્ત મામલો ગરમાયો હતો તો મોકૂફ રખાયેલી કારોબારી બેઠક આજે તા. ૩૦ ના રોજ ફરીથી મળશે જેથી કોંગ્રેસના આઠ સદસ્યો હવે આજની કારોબારીમાં શું કરે છે તેના પર સૌની મીટ મંડરાયેલી છે. કોંગ્રેસમાં જુથવાદ તો પહેલેથી હતો જ પરંતુ ગત કારોબારી બેઠકમાં જુથવાદ સપાટી પર આવ્યો હતો જેને પગલે આજની કારોબારીમાં કશીક નવાજૂની થાય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપને પગલે કારોબારી ચેરમેન કિશોર ચીખલીયાએ ભ્રષ્ટાચાર સાબિત કરવાનો વળતો પ્રહાર કરી ચુક્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat