


નીલકંઠ વિદ્યાલય પીપળીયા માં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પધારેલ મહેમાન શ્રી નકલંક ધામ બગથળા ના મહંત દામજીભગત મોરબી માળિયા ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનું સ્કૂલ ના સંચાલક યાજ્ઞિકભાઈ ધમાસણા એ પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે અને તે શૈક્ષણિક સિવાયની અન્ય પ્રવૃત્તિમાં જોડાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ 35 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેવી ક ડાન્સ, ગરબા, નાટક, પિરામિડ, એકપાત્રિય અભિનય,વક્તવ્ય વગેરે. રંગારંગ કાર્યક્રમમાં વાલીગણ બહુ મોટી સંખ્યા માં હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

