એક્સેલ ક્રિકેટ ટુર્નામેન્ટ, લાલબાગ લાયન્સને હરાવી મચ્છુ ડોલ્ફિન્સ ટીમ વિજેતા બની

દેવ દેથરીયા મેન ઓફ ધ મેચ જાહેર

 

એક્સેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેક મેચો રસપ્રદ બની રહી છે અને રસાકસી બાદ મેચમાં હારજીતનો ફેસલો જોવા મળે છે જેમાં લાલબાગ લાયન્સ અને મચ્છુ ડોલ્ફીન્સ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી જે મેચમાં મચ્છુ ડોલ્ફીન્સ ટીમે ૩૭ ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવી ૧૨૩ રન બનાવી ૬ વિકેટે વિજેતા બની હતી

લાલબાગ લાયન્સ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૧૦ વિકેટ ગુમાવી ૧૨૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં મચ્છુ ડોલ્ફીન્સ ટીમે શાનદાર બેટિંગ કરી હતી અને બેટિંગ શરુ કરતા જ મેચ પોતાના તરફ કરીને ૧૨૩ રન માત્ર ૩૭ ઓવરમાં જ બનાવી નાખ્યા હતા ૪ વિકેટ ગુમાવી ૧૨૩ રન બનાવી મચ્છુ ડોલ્ફીન્સ ટીમ છ વિકેટે વિજેતા બની હતી

જે મેચમાં બેસ્ટ પરફોર્મન્સની વાત કરીએ તો મચ્છુ ડોલ્ફીન્સ ટીમના રાધે ભીમાણીએ ૬૫ બોલમાં ૬૫ રન બનાવ્યા હતા તો લાલબાગ લાયન્સ ટીમના શ્રેય મોરડિયાએ ૫૧ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા જયારે બોલિંગમાં મચ્છુ ડોલ્ફીન્સ ટીમના દેવ દેથરીયાએ ૧૦ ઓવરમાં ૩ મેડન ઓવર ફેકી ૨૧ રન આપી ચાર વિકેટો ઝડપી હતી તો મચ્છુ ડોલ્ફીન્સના બોલર કાનાબાર હર્ષ દેવેન્દ્રભાઈએ ૧૦ ઓવરમાં ૨ મેડન ઓવર ફેકી ૨૫ રન આપીને બે વિકેટ લીધી હતી જે મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર દેવ દેથરીયાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat