એક્સેલ ક્રિકેટ પ્રીમિયર લીગ: સિરામિક સુપર કિંગે 35 ઓવરમાં જ શાનદાર જીત હાંસલ કરી  

એક્સેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેક મેચો રસપ્રદ બની રહી છે અને રસાકસી બાદ મેચમાં હારજીતનો ફેસલો જોવા મળે છે.તા.08ને રવિવારે રાજકોટ ખાતે આવેલા SNK ક્રિકેટ ગ્રાઉન્ડમાં મણીમંદિર મહારાજા અને સિરામિક સુપર કિંગ વચ્ચે મેચ રમાઈ હતી. જે મેચમાં સિરામિક સુપર કિંગે 35.1 ઓવરમાં જ 7 વિકેટ ગુમાવી 127 રન સાથે વિજેતા બની હતી

મણીમંદિર મહારાજાએ પ્રથમ બેટિંગ કરતા 10 વિકેટ ગુમાવી 127 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં સિરામિક સુપર કિંગે  શાનદાર બેટિંગ કરી હતી અને બેટિંગ શરુ કરતા જ મેચ પોતાના તરફ કરીને 127 રન માત્ર 35.1 ઓવરમાં જ બનાવી નાખ્યા હતા. જેમાં પ્લેયર ઓફ ધ મેચની કેટેગરીમાં સિરામિક સુપર કિંગમાંથી ખુશ સિતાપરાને નવાજવામાં આવ્યો હતો.

જે મેચમાં બેસ્ટ પરફોર્મરની બેસ્ટમેન કેટેગરીમાં સિરામિક સુપર કિંગના યજ્ઞેશ પંડ્યાએ 34 બોલમાં 33 રન બનાવ્યા હતા, જયારે દિશાંત સિનિયારાએ 54 બોલમાં 16 રન બનાવ્યા હતા, તો મણીમંદિર મહારાજાના સ્વયં વાછાણીએ 45 બોલમાં 33 રન બનાવ્યા હતા. જયારે બેસ્ટ બોલરની કેટેગરીમાં મણીમંદિર મહારાજાના વિશ્વરાજસિંહ જાડેજાએ 10 ઓવરમાં 3 મેડન ઓવર ફેકી 32 રન આપી 6 વિકેટ ઝડપી હતી. તો મસિરામિક સુપર કિંગના બોલર અર્જુનસિંહ જેઠવાએ 10 ઓવરમાં 1 મેડન ઓવર ફેકી 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જયારે  ખુશ સિતાપરાએ 8.5 ઓવરમાં 1 મેડન ઓવર ફેકી 29 રન આપીને 4 વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત 50 ઓવરની ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન મોરબી એક્સેલ ક્રિકેટ એકેડમી દ્વારા કરવામાં આવ્યું છે. અને તા. 14મે ને શનિવારે ડે/નાઈટ ગ્રાન્ડ ફાઈનલ મેચ રતનપર ખાતે રમાશે. ત્યારે હાલ 4 ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જેવા મુકાબલા જોવા મળી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat