ભાજપના રાજમાં દરેક જ્ઞાતિ બેહાલ : ધારાસભ્ય બ્રિજેશ મેરજા VIDEO

મોરબીના નવા સ્ટેન્ડ નજીક જીલ્લા કોંગ્રેસના ધરણા

આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ધરણા કાર્યક્રમનું એલાન આપવામાં આવેલ જેને પગલે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે બે કલાક ધરણા કરવામાં આવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા દલિતોના સમર્થનમાં આજે રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમનું એલન કરવામાં આવ્યું હતું જેને પગલે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક ધરણા કરવામાં આવ્યા હતા જે ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ કાર્યકરો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

તો આ તકે ભાજપ પર પ્રહાર કરતા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવી ભાજપ પોતાના રોટલા શેકે છે, ભાજપના શાસનમાં ખેડૂત અને યુવાનો તેમજ દરેક જ્ઞાતિ બેહાલ છે ત્યારે કોમી એખલાસ જળવાય, ભાઈચારો વચ્ચે તે માટે આંજે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા

જુઓ વિડીયો…

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat