બેંકમાં રકમ જમા થયા બાદ પણ માળીયાના ખેડૂતોને પાકવીમો આપવામાં ઠાગાઠૈયા

માળિયા તાલુકાના ખેડૂતોને પાકવીમો ચુકવવા માટે બેંકમાં રકમ જમા થઈ ચુકી હોવા છતાં ખેડૂતોને પાક્વીમાંની ચુકવણીમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કરીને કોંગ્રેસ અગ્રણીએ તાકીદે વિમાની રકમ ચુકવવાની માંગ કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાન્તિલાલ બાવરવાએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના માળિયા તાલુકાની સરવડ ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પાક્વીમાંની રકમ ઉપરથી આવી ગઈ છે છતાં લાગુ પડતા ચાર ગામો સરવડ, ભાવપર, નાની બરાર અને મેઘપરની પાકવીમાની રકમ આ ગામના ખેડૂતોના ખાતામાં જમા ના આપીને ખેડૂતોની દિવાળી બગાડી રહ્યા છે. હાલમાં દિવાળીના દિવસો છે જેથી ખેડૂતોને પાકવીમાની રકમ મળી જાય તો રાહત મળી સકે પરંતુ જગતના તાતના હકના રૂપિયા એને સમયસર ના આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી આ અંગે તાકીદે યોગ્ય કરવાની માંગ કરી છે અન્યથા ખેડૂત ખાતેદારોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Comments
Loading...
WhatsApp chat