Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના મનમાં શું છે ? ઈટીવી ગુજરાતી પર નિહાળો સત્તાની સતરંજ

રાત્રીના ૦૯ : ૨૬ વાગે, સવારે ૧૧ : ૨૭ વાગ્યે

મોરબીના મનમાં શું છે? ચુંટણીમાં કોના વાગશે ડંકા ? વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે દરેક મતદારો ઉપરાંત વિવિધ રાજકીય પક્ષ સાથે જોડાયેલા કાર્યકરો અને નેતાઓના મગજમાં આવા સવાલો ઘુમવા લાગે છે. વિધાનસભા ચુંટણીમાં કોણ બાજી મારશે તે માટે ઈટીવી ગુજરાતીની ખાસ પેશકશ “સત્તાની સતરંજ” અંતર્ગત મહા એપિસોડમાં મોરબી જીલ્લામાં કેવી છે સમસ્યાઓ, શું છે મતદારોનો મિજાજ, સામાજિક કાર્યકરથી માંડીને સામાન્ય નાગરિકો કેવી સમસ્યાઓથી પીડાય રહ્યા છે તેમજ યુવા પત્રકારથી માંડીને વરિષ્ઠ પત્રકારો જે રાજકારણને નજીકથી જુએ અને જાણે છે તેમના અભિપ્રાયો નિહાળવાનું ચૂકશો નહિ. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ નગારે ઘા કરીને ચુંટણીની તૈયારીઓ શરુ કરી છે ત્યારે વિધાનસભા ચુંટણી માટેની ખાસ પેશકશ આપ ઈટીવી ગુજરાતી પર આજે રાત્રે ૦૯ : ૨૬ અને આવતીકાલે તા. ૦૧ ના રોજ સવારે ૧૧ : ૨૭ કલાકે નિહાળો.

Comments
Loading...
WhatsApp chat