Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકળા ગામની પ્રાથમિક શાળામાં યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના

 

મોરબી તાલુકાના વાંકળા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તથા સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો

મોરબી તાલુકા ના વાંકળા ગામે શ્યામ હોસ્પીટલ ડો. ચંદ્રેશ વડગાસીયા દ્વારા માદરે વતન વાકળા ગામે યુથ આઇકોન સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનુ આજ રોજ મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામા આવ્યુ સાથે નવનિયુક્ત સરપંચ ડાયાભાઇ તથા ઉપસરપંચ પ્રવિણભાઇ તથા તમામ ગ્રામ પંચાયત સભ્યોનુ સન્માન કરવામા આવ્યુ હતું

આ કાર્યક્રમમા સાસંદ મોહનભાઇ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઇ કાવર, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિનોદભાઇ પરેચા, કરમશીભાઇ વડગાસીયા, ગોકળભાઇ, નવિનભાઇ, ધર્મેન્દ્રભાઇ, રાજુભાઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat