મોરબીના જાંબુડિયા ગામે આઠ ગાયોના ભેદી મોતથી અરેરાટી, જીવદયાપ્રેમીઓમાં રોષ

ગાયો ચરાવ્યા બાદ પરત લાવ્યા, અચાનક મૃત્યુ પામી

મોરબી નજીકના જાંબુડિયા ગામના પશુપાલકોની આઠ ગાયો ભેદી સંજોગોમાં મૃત્યુ પામી હોય જે બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે તો બનાવને પગલે પશુ ડોક્ટર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે

મોરબી તાલુકાના જાંબુડિયા ગામના મચ્છોનગરના રહેવાસી પશુપાલક માલાભાઈ કલાભાઈ અને અમરભાઈ નાનુભાઈ ગઈકાલે સીમમાં આવેલી વીડીમાં ગાયો ચરાવી પરત ફર્યા હતા ત્યારે આઠ માંથી પાંચ ગાયોના મોત થયા હતા તો વધુ ત્રણ ગાયોના આજે સવારે મોત થયા હતા અને આઠ ગાયોના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી તેમજ ગાયોના મોત ઝેરી અસરથી થયાની પ્રબળ આશંકા સાથે પશુ ડોક્ટરની ટીમ દોડી ગઈ હતી

બનાવ સંદર્ભે પશુ ડોક્ટર અમિત કાલરીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ખોરાકની ઝેરી અસરથી ગાયોના મોત થયા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવ્યું હતું જોકે ધોરણસરની તપાસ ચલાવી છે અને વિશેરાની તપાસ શરુ કરી છે જેથી ગાયોના મોતનું સાચું કારણ જાણી સકાય

Comments
Loading...
WhatsApp chat