


મોરબી નગરપાલિકા દ્વારા પર્યાવરણ બચાવવા તથા શહેરને ગંદકી મુક્ત કરવાના ભાગરૂપે શહેરમાં પ્લાસ્ટિક બેગ તથા ડીસ્પોઝીબલ વસ્તુઓના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો છે જેને લોકો તરફ થી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોમાં આ બાબતે વધારે જનજાગૃતિ આવે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા આગામી સોમવારે બપોરે ૪:૩૦ વાગ્યે એક પર્યાવરણ જન જાગૃતિ રેલીનું આયોજન કરેલ છે
જેમાં શહેર ની સામાજિક સંસ્થાઓ પર્યાવરણ પ્રેમી લોકો મોરબીની તમામ સામાજિક કાર્યો સાથે જોડાયેલ જેતે ક્લબો ધાર્મિક સંસ્થાઓ જેતે ધંધાદારી એસોસિએશન યુવાનો બહેનો અને મોરબી શહેરના પ્રબુદ્ધ નાગરિકોને મોરબી નગરપાલિકા દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે. તા. ૨૫ ને સોમવારના રોજ સાંજે ૦૪ : ૩૦ કલાકે બાપા સીતારામ ચોકથી રેલી શરુ થશે જે રવાપર રોડ પર થઈને જુના બસ સ્ટેન્ડ, શનાળા રોડ અને સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ કરવામાં આવશે તો આ રેલીમાં પર્યાવરણ બચાવવા નાગરિકોને જોડાવવા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ અપીલ કરી છે.

