

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી નવોદય વિદ્યાલય ઘુંટુ ખાતે શાળાના પટાંગણમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જે ઉજવણીમાં વાંકાનેરના ધારાસભ્ય ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી મહેન્દ્રભાઈ સોની, સામાજિક આગેવાન હિરેનભાઈ પારેખ, ભાજપ તાલુકા ઉપપ્રમુખ વિનોદભાઈ પરેચા, જિલ્લા સહકાર્યવાહક આરએસએસ જશ્મિનભાઈ હિંશુ, શાળાના ટ્રસ્ટી પરસોતમભાઈ કૈલા, આચાર્ય કિરીટભાઈ, શાળાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહીને શાળાના પટાંગણમાં સૌપ્રથમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામે પર્યાવરણ જાગૃતિના શપથ પણ લીધા.