મોરબીની ક્પોરીવાડી પ્રાથમીક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો

 

મોરબી જીલ્લામાં કપોરીવાડી પ્રા. શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો.જેમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને કીટ વિતરણ કરીને શાળા પરિવારે સ્વાગત કર્યું હતું

 

સમારોહમાં ગયા વર્ષમાં દરેક ધોરણમાં  પ્રથમ ત્રણ નબર મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જય બજરંગ મિત્ર મંડળ દ્રારા દરેક વિધાર્થીઓને કીટ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા બાળકો તથા શાળાની તમામ જરૂરિયાત પૂરી પાડતા દાતા ગોકળભાઈ ડાભી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે આર.બી.પટેલ હાઇસ્કુલ ના આચાર્ય બોપલીયા, લાઈઝન આધિકારી વસાનિયા, સામાજિક કાર્યકર્તા કે.કે.પરમાર, વિજયભાઈ પરમાર, તથા શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વાલીગણ સહિત હાજર રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat