



રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળા, બીલીયા પ્રાથમિક શાળા, બગથળા કુમાર, કન્યા પ્રાથમિક શાળા તેમજ કાંતિપુર શાળામાં પંચાયત, ગામ ગૃહ, નિર્માણ અને ગ્રામ વિકાસ અધિકારી એમ. યુ. મોદન તથા મોરબી રેન્જ ફોરેસ્ટ અધિકારી સંજયભાઈ ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સીઆરસી દિપકભાઈ મેરજા, જિલ્લા પંચાયતના સદસ્ય સતિષભાઈ મેરજા, જિલ્લા કારોબારી સભ્ય કાંતિભાઈ મેરજા, વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

