હળવદ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયત ચુંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદાન

 

 

        હળવદ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયત ચુંટણી માટે વહેલી સવારે ૭ વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે અને શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ્ય મતદારો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને દીપાવી રહ્યા છે

        હળવદની ૪૫ ગ્રામ પંચાયત ચુંટણી માટે ઠંડીમાં પણ મતદારો વહેલી સવારથી લાઈનો લગાવી મતદાન કરી રહ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ૪૫ ગામમાં ૨૦૧ સરપંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળે છે જેના માટે ૧૧૫ મતદાન મથકો પર મહિલાઓ, યુવાનો અને વડીલો મતદાન કરવા લાઈનો લગાવી છે કુલ ૯૬,૬૩૨ મતદારો સરપંચ અને સભ્યોનું ભાવી નક્કી કરશે

 

Comments
Loading...
WhatsApp chat