Billboard ad 1150*250 Billboard ad 1150*250

આનંદો ! મોરબી તાલુકાના ગામોને રવિપાક માટે ૯૦ દિવસ પાણી આપવાની ભલામણ

નાયબ મુખ્યમંત્રીએ નર્મદા નિગમના ઈજનેરને પત્ર લખ્યો

મોરબીના પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલી રજુઆતોને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી દ્વારા નર્મદા નિગમના મુખ્ય ઈજનેરને પત્ર લખીને મોરબી તાલુકાના ગામોને ૯૦ દિવસ રવિપાક માટે સિંચાઈનું પાણી મળે તેવો નિર્ણય કરવા ભલામણ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદને લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે તો રાજ્ય સરકારે પાંચમાંથી ત્રણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરતા મોરબી અને ટંકારા તાલુકાના ખેડૂતોની માઠી દશા જોવા મળે છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહયા છે જેમાં અગાઉ પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ નાયબ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવીને ખેડૂતોના હિતમાં નાયબ મુખ્યમંત્રીએ નિર્ણયો કર્યો છે

જેમાં મોરબી તાલુકાના ગામોમાં રવિપાક માટે ૯૦ દિવસ સિંચાઈ મળે તેવા પત્ર સંદર્ભે નાયબ મુખ્યમંત્રીએ સરદાર સરોવર નર્મદા નિગમના સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ રાજકોટના મુખ્ય ઈજનેરને પત્ર પાઠવી ભલામણ કરી છે અને નર્મદા યોજનાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી મોરબી તાલુકાના ગામોને રવિપાક માટે પુરા ૯૦ દિવસ સિંચાઈ મળે તેવો નિર્ણય કરવા નાયબ મુખ્યમંત્રીએ આદેશ આપીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે જેથી મોરબી તાલુકાના ખેડૂતોને રવિપાક માટે બ્રાંચ કેનાલમાંથી સિંચાઈનું પાણી મળી રહેશે તેવી આશા બંધાઈ છે

Comments
Loading...
WhatsApp chat