આનંદો : નર્મદા યોજનાની મોરબી -માળીયા બ્રાન્ચમાં ત્વરિત પુરતું પાણી છોડાશે…




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
સતત બીજા વર્ષે અપૂરતા વરસાદ તથા નર્મદા યોજનાની મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવતું હોવા છતાં ખેતરોમાં પાણી ન પહોંચતું હોવાને કારણે ખેડૂત આર્થિક પાયમાલીના આરે પહોંચવા આવ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી તથા માળીયા તાલુકાના ખેડૂત પ્રતિનિધિમંડળને સાથે રાખીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી
પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા મોરબી અને માળિયાના ખેડૂત પ્રતિનિધિમંડળને સાથે લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી માળીયા તાલુકામાં પાણી પહોંચતું કરવા બ્રાહ્મણી ડેમને બાયપાસ કરી સીધી જ કેનાલ જોડવાની રજુઆત કરી હતી જે રજૂઆતને પગલે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.
તે ઉપરાંત ઢાંકીથી મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલ સુધીમાં પાણી ચોરી અટકે તથા ગેરકાયદેસર રીતે પાણીને ડાયવર્ટ કરવામાં આવે છે તેને અટકાવવા જરૂરી તમામ પગલા લેવા ખાત્રી આપી હતી.



