


મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પંચાસર રોડ પરના હોલમાં મહિલા અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ક્રિષ્ના પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ મહિલા અધિકાર સંમેલનમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહિલા અધિકાર સંમેલનમાં મહિલાઓને લગતા વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા તેમજ મહિલાઓને કાયદા દ્વારા મળતું રક્ષણ, મહિલાઓનો હક વિષે માહિતી આપવામાં આવી હતી. અને મહિલાઓના વિવિધ પ્રશ્નો અને શંકાનું સમાધાન કરવામાં આવ્યું હતું.