

તબિબો નુ સંગઠન ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન દ્વારા પ્રતિવર્ષ હોદેદારોની નિમણૂંક કરવામા આવે છે ત્યારે મોરબી ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન દ્વારા શહેરના દેવ ફન પાર્ટી પ્લોટ ખાતે વર્ષ ૨૦૧૮-૧૯ માટે હોદેદારો ની નિમણૂંક કરવામા આવી હતી જેમા પ્રેસિડન્ટ તરીકે ડો. કેતન હીન્ડોચા, સેક્રેટરી તરીકે ડો. અમિત ધૂલેની નિમણૂંક કરવામા આવી હતી
જ્યારે ગત વર્ષે ટ્રેઝરર તરીકે સ્કીન સ્પેશીયાલીસ્ટ ડો. જયેશ સનારીયાની નિમણૂંક કરેલ હતી તો ચાલુ વર્ષે પણ તેમની જ નિમણૂંક કરવામા આવી છે તે ઉપરાંત બેસ્ટ એકેડેમિક એવોર્ડ જાણીતા સ્કીન સ્પેશીયાલીસ્ટ ડર્મેટોલોજીસ્ટ સ્પર્શ ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા ને એનાયત કરવામા આવ્યો હતો
તે ઉપરાંત સેકન્ડ બેસ્ટ એકેડેમિક એવોર્ડ ડો. હીમાંશુ વરસડાને એનાયત કરવામા આવ્યો હતો. તદુપરાંત વર્ષ દરમિયાન જે તબિબો એ રક્તદાન કરેલ હોય તેઓને ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન દ્વારા સર્ટીફીકેટ અર્પણ કરવામા આવ્યા હતા. આ તકે વર્ષ દરમિયાન રમત ગમત ક્ષેત્રે યોગદાન આપનાર દરેક તબિબો ને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.



