વાંકાનેરના લુણસર ગામના ખરાબામાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના લુણસર ગામની સીમમાં પોલીસે બાતમીને આધારે દરોડો કરીને ખરાબામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવની સુચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પીએસઆઈ બી ડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે લુણસર ગામથી દેરાળા જવાના રસ્તે વાડી નજીક આવેલ ખરાબામાં રેડ કરીને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૦૦ કીમત રૂ ૧,૮૦,૦૦૦ મુદામાલ જપ્ત કર્યો છે

        કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બી ડી પરમાર, એએસઆઈ કે વી સાવંત, વી એન બાર, મુકેશભાઈ હકુભાઈ, અશ્વિનભાઈ પ્રકાશભાઈ, ચમનભાઈ ડાયાભાઇ, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ, હરપાલસિંહ જયેન્દ્રસિંહ અને બલદેવસિંહ મહાવીરસિંહ સહિતની ટીમ રોકાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat