Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર સંપન્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહાવિદ્યાલય વિભાગ મોરબી દ્વારા શિશુમંદિર શાળા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે રાજેશભાઈ માંડલિયા (ક્લાસ ૧ અધિકારી) એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં ઉપસ્થિત વક્તાએ વિદ્યાર્થીઓને વર્તમાન પરીક્ષા પદ્ધતિઓ, ઇન્ટરવ્યુ ટેકનીક અને યોગ્ય પ્રકાશનણા પુસ્તકોની યાદી જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. અનંતભાઈ વશાલી (નિવૃત પ્રાધ્યાપક) જેમને શોર્ટ ફોર્મ મેમરી ટેકનીક, ટાઈમ મેનેજમેન્ટ પર માર્ગદર્શન આપ્યું હતું

જયારે વેદાંતાચાર્ય મેહુલભાઈ આચાર્યએ યોગ, ધ્યાન, પ્રાણાયામ અને આહરને લગતા વિષયોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આરએસએસના ગુજરાત પ્રાંતના સહપ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ રાષ્ટ્ર માટે યુવાનોની જવાબદારી શું ? રાષ્ટ્રભક્તિ વિષે વક્તવ્ય આપ્યું હતું કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat