



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી જીલ્લામાં વિરામ બાદ ફરીથી મેઘમહેર થવા પામી છે અને મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ બાદ સવારે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો અને બપોર સુધી મેઘો અવિરત વરસી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પોણાથી સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે
મોરબી જીલ્લામાં બપોરે ૨ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૩ મીમી, માળીયામાં ૨૭ મીમી, વાંકાનેર ૧૧ મીમી, ટંકારા ૧૮ મીમી અને હળવદમાં ૪૯ મીમી વરસાદ નોંધાયો છે મોરબી જીલ્લામાં અડધોથી બે ઇંચ સુધી વરસાદથી સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે તો મોરબી અને હળવદ પંથકમાં રોડ પર પાણી જોવા મળી રહ્યા છે
જયારે મોરબી જીલ્લામાં બપોરે ૨ થી ૪ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૦ મીમી, વાંકાનેરમાં ૦૭ મીમી, હળવદમાં ૩૯ મીમી, ટંકારામાં ૩૦ મીમી અને માળિયામાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે
મોરબી જીલ્લામાં સવારથી બપોરે ૪ વાગ્યા સુધીનો વરસાદ
મોરબી : ૪૩ મીમી (પોણા બે ઇંચ)
વાંકાનેર : ૧૮ મીમી (પોણો ઇંચ)
હળવદ : ૮૮ મીમી (સાડા ત્રણ ઇંચ)
ટંકારા : ૪૮ મીમી (૨ ઇંચ)
માળિયા : ૪૧ મીમી (પોણા બે ઇંચ)



