રોજગારીની તક ! માળીયામાં મંગળવારે ઔદ્યોગીક ભરતી મેળાનું આયોજન

રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા તા.૧૭ ના રોજ સવારના ૧૧.00 કલાકે સફર સંસ્થા, નવા રેલ્વે સ્ટેશન પાસે માળીયા(મી.) જિ-મોરબી ખાતે “ઓધોગિક ભરતી મેળા” યોજાશે

જેમાં આઇટીઆઇ (ફિટર/ઇલેક્ટ્રિકલ/વાયરમેન) /ડીપ્લોમા(સિરામિક/કેમિકલ) સ્નાતક/ અનસ્કીલ્ડ/ એચ.એસ.સી./ એસએસસી વગેરેની લાયકાત અને ૧૮ થી ૩૫ વર્ષની લાયકાત ધરાવતા ઉમેદવારો ખાનગી ક્ષેત્રોમાં કારકીદી બનાવવા ઇચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે.

જોબ ફેરમાં મોરબીના તેમજ બહારની કપનીઓના અગ્રગણ્ય એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે, જેથી રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,સ્કુલ લીવીંગ સર્ટી. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ.બાયો ડેટા વગેરે નકલો સાથે,સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો તેમજ અગાઉથી ખાલી જગ્યાઓ નહી નોંધાવેલ નોકરીદાતાઓ પણ ઉપસ્થિત રહી શકશે.સદર મેળામાં એપ્રેન્ટિશશિપમાં જોડાવવા માટે પણ પસંદગીની કાર્યવાહી કરવામાં આવશે. તેમ બી.ડી.જોબનપુત્રા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમા જણાવેલ છે.

Comments
Loading...
WhatsApp chat