


મોરબીના સેવાસદનમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા વર્કચાર્જ અને રોજમદાર કમચારીને પગારમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જયારે અધિકારીઓ અને રેગ્યુલર કર્મચારીઓના પગાર ગ્રાન્ટ તાત્કાલિક આવી જાય છે. જોકે રોજમદારને પગાર ચુકવવાની હોય ત્યારે ગ્રાન્ટ ના હોવા સહિતના કારણો બતાવી દેવાય છે. આવા નાના કર્મચારીઓને તહેવારમાં પગાર મળતા નથી. સાતમ આઠમના તહેવારમાં કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા હતા જેની મોખિક રજૂઆત કરી હોવા છતાં ગ્રાન્ટ નથી, તમે કાઈક કરો તેવું કહે છે. ઓગસ્ટ મહિનાનો પગાર મળ્યો નથી અને હાલ નવરાત્રીના તહેવારો આવી ગયા છે અને દિવાળી નજીક છે ત્યારે ૨૦૦ થી વધુ કર્મચારીઓ પગાર ના મળવાથી પરેશાની ભોગવે છે જે બાળકોની શાળાની ફી અને લોનના હપ્તા ભરવા સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓને સમયસર પગાર મળે તેવી માંગ અંગે જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેથી રોજમદાર કર્મચારીઓના પગારનો પ્રશ્ન ઉકેલાય તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે.