



દર વર્ષની જેમ આ વર્ષે સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિની જનરલ મિટિંગ પ્રમુખ ડો. દિલીપભાઈ પેજાના અધ્યક્ષસ્થાને મળી હતી આ તકે મોરબી સહીત તમામ મચ્છુકાંઠાના ગામોમાં વસતા જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા
આ પ્રસંગે પ્રમુખ દ્વારા ગત વર્ષનો અહેવાલ રજૂ કરવા સાથે આવતા સમયમાં જ્ઞાતિ માટે જરૂરી એવા વિકાસકાર્યોનો રોડમેપ જણાવાયો હતો વિદ્યાર્થીઓ માટે, કર્મચારીઓ માટે અન્ય જરૂરત મંદ માટે જ્ઞાતિ દ્વારા શું થઇ શકે તેના પાર વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી જ્ઞાતિ અગ્રણીઓ હરિભાઈ વ્યાસ (ખાખરાળાં) શિવધનભાઈ વ્યાસ, મનહરભાઈ વ્યાસ, એએસઆઈ આર.બી. વ્યાસ, પુનિતભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ (પત્રકાર) દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષણ અને જ્ઞાતિ સંગઠન પાર ભાર મુકવા સાથે જણાવ્યું હતું કે વર્તમાન સમય આજની આ 21 મી સદીએ જ્ઞાનની સદી છે, સંગઠનની સદી છે જ્ઞાતિના વિદ્યાર્થીઓ વધુમાં વધુ અભ્યાસ તરફ ધ્યાન આપે અને જ્ઞાતિજનો સંગઠનની મહત્તા સમજી જ્ઞાતિ સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરે, યુવાનોને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોમાં આગેવાનો સાથે ખભેખભા મિલાવી કામે લાયગી જવા હાકલ કરી હતી
આ તકે જ્ઞાતિ દ્વારા જ્ઞાતિમાં મહત્ત્વનું યોગદાન આપનાર ચાર પૂર્વ જ્ઞાતિ પ્રમુખો, ત્રણ પૂર્વ મહામંત્રીઓ, ચાર મંડળના નાયકના મહાનુભાવોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ તા. 09-09-18 નાર ઓજ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં અજયભાઇ ધોળકિયા, મુકેશભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ પૂર્ણ યોગદાન આપવાની જાહેરાત કરી હતી પ્રમુખ દિલીપભાઈ પૈજા વર્ષોથી મહામંત્રી તરીકે સેવાઓ આપતા પ્રવીણભાઈ પૈજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધાજાના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યોએ અને કાર્યકરોએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી



