સંકલન સમિતિમાં રજુ થતા પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા તાકીદ

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની મળી ગયેલ બેઠક

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડમાં યોજાઇ હતી.

જનવિકાસને સ્પર્શતા પ્રશ્નો ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ દ્રારા રજુ થતા હોય તેનો સત્વરે યોગ્ય નિકાલ કરવા અધિકારીઓને આજે મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે માકડીયાએ જણાવ્યું હતું
કલેકટરએ ટ્રાફીક નિયમનમાં અડચણ ન આવે તે માટે નવલખી ફાટક પાસે ડીવાઇડર લંબાવવા તેમજ કેન્દ્ર અને રાજય સરકારની લોક વિકાસની યોજનાઓના અપાયેલ લાભોની વિગતો આપવા જણાવ્યું હતું.

આ સંકલન બેઠકમાં આરોગ્ય , પ્રદુષણ, પુલ-ફ્રેન્સીંગ, અધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, શિક્ષણ, રોડ રસ્તા, ભૂર્ગભગટરના, શહેરી સ્ટીટ લાઇટ,ટ્રાફીક સમસ્યા બેંકમાં ખાતા ખોલાવા બાબત, ચેકડેમ રીપેરીંગ, વગેરે પશ્નો ધારાસભ્ય દ્રારા રજુ થયા હતા. બેઠકમાં ધારાસભ્યો બ્રિજેશભાઇ મેરજા, મહમદજાવિદ પીરઝાદા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ તથા જીલ્લાના જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Comments
Loading...
WhatsApp chat