


તાજેતરમાં કેરળ રાજ્યમાં આવેલા ભયંકર પુરે તારાજી સર્જી છે અને હોનારતને પગલે લાખો લોકો બેઘર થયા છે તેની ઘરવખરી તણાઈ ગઈ હોય જેથી પૂર પીડિતોને રાહત પહોંચાડવા માટે કલેકટર કચેરીએ આજે તાકીદની બેઠક યોજવામાં આવી હતી
કેરળ પૂર પીડિતોને મદદરૂપ થવા માટે આજે જિલ્લા કલેકટર કચેરીએ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં મોરબી સીરામીક એસો, જલારામ મંદિર, ઇન્ડિયન લાયન્સ ક્લ્બ,વિવિધ એનજીઓ સહિતની 20 જેટલી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા જે બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા સંસ્થાઓને પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ભંડોળ અંગે ચર્ચા કરી હતી અને ભંડોળ ઉભું કરી સંસ્થાઓ પૂર પીડિતો માટે અસરકારક રાહત સામગ્રી મોકલી શકાય તેમ જણાવ્યું હતું તો સંસ્થાઓએ પણ યોગ્ય સહકાર આપવાની ખાતરી આપી હતી