મોરબીમાં ઈલેક્ટ્રોનિક તોલમાપ કાંટામાં ઓછું વજન આપીને છેતરપીંડી….

સામાજિક કાર્યકર દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત

મોરબી જીલ્લામાં ઈલેક્ટ્રોનિક વજન કાંટામાં વેપારી ગરીબ અને અભણ ગ્રાહકોને કાંટામાં કરામત કારીને ચીજવસ્તુઓ પૂરતા વજનમાં આપતા નથી એક કિલોગ્રામ ખરીદી કરનાર ગ્રાહક અન્ય સ્થળે વજન ચકાસે તો આઠસોથી નવસો ગ્રામ મળે છે ત્યારે આવી છેતરપીંડી રોકવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વેપારીઓ દ્વારા ગ્રાહક સાથે છેતરપીંડી કરવામાં આવે છે અને શાકમાર્કેટ બહાર શાકભાજી અને ફળો વેચતા વેપારીઓ ગ્રાહકને કાયમી તોલમાપમાં છેતરે છે. અને કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો વેપારીઓ ઝઘડો કરવા સુધી પહોંચી જાય છે. ઈલેક્ટ્રોનિક વજનકાંટાના આંકડા અંગ્રેજીમાં હોય છે જેથી અભણ ગ્રાહકોને છેતરવામાં વેપારીઓને સગવડતા મળે છે

ત્યારે તોલમાપ ખાતા દ્વારા દરેક વેપારીઓના ઈલેક્ટ્રોનિક વજનકાંટાનું ચેકિંગ કરવામાં આવે અને ખામી જણાય કે કોઈ ટેકનીકલ કરામત કરેલી હોય તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ગ્રાહકો સાથે થતી છેતરપીંડી અટકાવવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat