વાંકાનેર પંથકમાં પીજીવીસીએલનું વીજચેકિંગ, ૨૧.૬૫ લાખની વીજચોરી ઝડપાઈ

રહેણાંક અને વાણિજ્યિક હેતુના કનેક્શન ચેક કરતા ૧૨ કનેક્શનમાં ૨૧.૬૫ લાખની વીજચોરી ઝડપાઈ

 

મોરબી વર્તુળ કચેરી દ્વારા જીલ્લામાં વિવિધ સ્થળોએ સતત વીજચેકિંગ કરીને વીજ ચોરી ઝડપી લેવામાં આવી રહી છે જેમાં અગાઉ હળવદ બાદ હવે વાંકાનેર પંથકમાં આજે વીજચેકિંગ કરાયું હતું જેમાં ૨૧.૬૫ લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે

જામનગર, ભુજ, અંજાર અને મોરબી જીલ્લાની કુલ ૧૭ ટીમો દ્વારા વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વીજ જોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ હોવાથી વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં રહેણાંકના કુલ ૨૭ વીજ જોડાણોમાંથી ૪ માં, વાણીજ્ય હેતુના ૫૧ જોડાણો ચેક કરતા ૦૮ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હતી

જેથી કુલ ૧૨ કનેક્શનમાં ગેરરીતી સામે આવતા કુલ ૨૧.૬૫ લાખના ગેરરીતીના બીલો ફટકારવામાં આવ્યા છે

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat