મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી પદે ચિરાગભાઈ રાચ્છની વરણી

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની નિમણૂક કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ બાબુભાઈ જેમલભાઈ રબારી દ્વારા ચિરાગભાઈ રાચ્છની મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ તકે અધ્યક્ષ બાબુભાઈએ ચિરાગભાઈના નેતૃત્વમાં સંગઠન મજબૂત બનશે અને અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળમાં તેઓ નિષ્ઠાથી ફરજ નિભાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Comments
Loading...
WhatsApp chat