Billboard ad 1150*250

મોરબી તાલુકાના સિંચાઈ વિહોણા બાવન ગામના ખેડૂતોનો એલાને જંગ

0 564

તારીખ ૧૦-૦૯-૨૦૧૭ ને રવિવારે રાત્રે ૮-૩૦ કલાકે સરવડ ગામ પાસેની સપ્તેશ્વર હનુમાનની જગ્યા ખાતે ખેડૂતોની એક મીટીંગનું આયોજન હ્યુમન રાઈટ્સ એસોશીએશનના સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી શ્રી કાન્તિલાલ ડી. બાવરવાની આગેવાનીમાં કરવામાં આવેલ હતું. જેમાં નીચે મુજબના નિર્ણયો કરવામાં આવેલ હતા.
૧) માળિયા તાલુકામાં જે નર્મદા રથ તારીખ : ૧૩-૦૯-૨૦૧૭ થી ૧૫-૦૯-૨૦૧૭ સુધી ફરવાનો છે તેની સામે આ બાવન ગામો માંહે ના જે પણ ગામોમાં આ રથ જશે ત્યાં બનાવવામાં આવેલ કમિટીના માણસો હાજર રહી વિરોધ પ્રદર્શન કરશે અને જ્યાં સુધી આ ગામોને સૌની યોજનાની નર્મદા કેનાલનો લાભ નહિ મળે ત્યાં સુધી આવા વિરોધો ચાલુ જ રહેશે તેવું નક્કી કરવામાં આવેલ છે.
૨) મોરબી જીલ્લાના જે તાલુકાઓને અને ગામોને પાક વીમા બાબતે અન્યાય થયેલ છે તે બાબતે એક મીટીંગ બોલાવવામાં આવશે અને તેના માટે પણ આંદોલનાત્મક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવેલ છે.
૩) સિંચાઈની સુવિધા કેનાલ દ્વારા આપવાની માંગણી સંદર્ભે આગળ ઉપર જલદ કાર્યક્રમો ચાલુ જ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે. આગળ ઉપર રસ્તા રોકો , ધારાસભ્ય – સંસદસભ્યનો ઘેરાવ અને જરૂર પડ્યે ચુંટણીમાં બહિષ્કાર સુધીની લડત ચલાવવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ મીટીંગમાં આવેલ ખેડૂતભાઈઓના સૂચનો લઈને ઉપર મુજબના નિર્ણયો લેવામાં આવેલ હતા. આ માટે લડત સંકલન સમિતિની રચના કરવામાં આવેલ જેમાં નીચે મુજબના ખેડૂતભાઈઓનો સમાવેશ કરવામાં આવેલ છે. હજુ પણ બીજા ખેડૂતભાઈઓને આ સમિતિમાં જોડાવા આગળ આવવા પણ જણાવવામાં આવેલ છે.
કમિટીના સભ્યોના નામ આગળ મુજબ છે. કાન્તિલાલ ડી. બાવરવા (બરવાળા), મગનભાઈ સંઘાણી (વેજલપર),ભાવેશભાઈ સાવરિયા (તરઘડી), છગનભાઈ સરડવા (મોટાભેલા), જીવાભાઈ બાલાસરા (મોટા દહીંસરા), વાસુદેવભાઈ કલોલા (કાંતિપુર), દિનેશભાઈ કરસનભાઈ (કાંતિપુર),હંસરાજભાઈ રતનશીભાઈ બોપલીયા (મોટાભેલા), જગદીશભાઈ પરસોત્તમભાઈ શેરશીયા (મોટાભેલા), પ્રાણજીવનભાઈ લખમણભાઈ (સરવડ), અરુણભાઈ શામજીભાઈ (સરવડ), ધીરજભાઈ માવજીભાઈ (સરવડ),સંજયભાઈ પ્રભુભાઈ (તરઘડી),રમેશભાઈ કાવર (નાનાભેલા), ધરમશીભાઈ જીવાભાઈ ફુલતરિયા (નાનાભેલા), હિંમતભાઈ વડાવીયા (મહેન્દ્રગઢ),પ્રાગજીભાઈ મેરજા (થોરાળા), કરમશીભાઈ (રાજપર), પદુભા જાડેજા (મોટાદહીંસરા),નારણભાઈ પરબતભાઈ (જસાપર),પ્રભાતભાઈ વાઘાભાઇ (જસાપર), કારુભાઈ વાઘાભાઇ હુંબલ (જસાપર), વિક્રમભાઈ સવસેટા (જાજાસર),બાલુભાઈ (નાનાદહીંસરા),છગનભાઈ ખાંડેખા (ખીરસરા), જયેશભાઈ બી. સાવરીયા.
આગળ જે પણ કાર્યક્રમો કરવામાં આવશે તેના માટે બનાવેલ કમિટીમાં નિર્ણય કરીને દરેક ગામના ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું સંચાલન છગનભાઈ સરડવા એ કરેલ હતું. વ્યવસ્થા શ્રી કાન્તીભાઈ સરડવા તથા ભાવેશભાઈ સાવરિયા દ્વારા કરવામાં આવેલ હતી. આ તકે જીવાભાઈ બાલાસરાએ બધાને તાકાતથી લડવા અને લડતને ટેકો આપવા જણાવેલ હતું. મગનભાઈ સંઘાણી દ્વારા આંદોલન માટે બધાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. વાસુભાઇ કલોલા એ જ્યાં જરૂર પડે ત્યાં હાજર રહેવાની તત્પરતા દર્શાવી હતી. અધ્યક્ષ સ્થાને થી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા અત્યાર સુધીની કાર્યવાહી વિષે વિસ્તૃત જાણકારી આપેલ હતી અને બધાને સંગઠિત થઇને પરીણામ સુધી લડી લેવાની અપીલ કરેલ હતી. આભાર દર્શન કાન્તીભાઈ સરડવાએ કર્યું હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat