મોરબી તાલુકાના ૫૫ ગામડાઓમાં એકતા રથનું કરાયું સ્વાગત

ગુરુવારથી વાંકાનેર તાલુકામાં રથનું પ્રસ્થાન

31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ એટલે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા “ સ્ટેચ્યુ ઓફ યુનીટી”નુ લોકાર્પણ થવાનુ છે ત્યારે અખંડ ભારતના પ્રણેતા સરદાર પટેલના જીવન ચરિત્રમાથી લોકો પ્રેરણા મેળવે અને એકતા તેમજ સદભાવના કેળવાય તેવા હેતુથી એકતા રથ યાત્રા વિવિધ ગ્રામ્ય પંથકમાં ફરી રહી છે

જે એકતા યાત્રા મોરબી તાલુકામા તા 20 થી 24 સુધી 55 ગામડામા ફરી લોકો દ્વારા અને નાની બાળાઓ દ્વારા સરદાર સાહેબને કંકુ ચોખાથી વધાવવામા આવ્યા હતા અને એકતા યાત્રા દરમ્યાન રાષ્ટ્રીય એકતાના સપથ લેવડાવવામા આવ્યા હતા એકતા યાત્રામા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાસદડીયા, મહામંત્રી જયતિભાઇ, બચુભાઇ ગરચર, જેઠાભાઇ પારેધી, સુખાભાઇ ડાંગર સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના જીવન વિશે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનીટી વિશે માહીતી આપતી ટુકી ફિલ્મ પણ બતાવવામા આવી હતી જે એકતા રથ યાત્રા મોરબી તાલુકાનો પ્રવાસ પૂર્ણ કરી હવે વાંકાનેર તાલુકામાં પ્રસ્થાન કરાયો છે

Comments
Loading...
WhatsApp chat