માળીયાના વર્ષામેડી ગામે જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા


માળીયા પોલીસે વર્ષામેડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ તેમજ મોબાઈલ અને મોટરસાયકલ સહીત કુલ 64,510 નો મુદામાલ જપ્ત કર્યો છે
જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઈ જે.ડી. ઝાલા, મહાવીરસીંન્હ ઝાલા, ભરતભાઈ ઝીલરિયા, મહીપતસિંહ સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા, રમેશભાઈ રાઠોડ સહિતની ટીમ નવલખી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન વર્ષામેડી ગામના ઝાંપામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો
જેમાં જુગાર રમી રહેલા જુસબ આમદ સાયચા, ગુલામ ઇસાભાઇ માણેક, સંજય હસુભાઈ રાઠોડ, હાસમ કાસમભાઈ પઠાણ, ઈમ્તિયાઝ અલીખાન જતોઈ, જુસબ ડાડા કટિયા, મકન શંભુભાઈ ચાવડા અને મનસુખ ચતુરભાઈ ભીમાણી એમ આઠ જુગારીઓને ઝડપી લઈને 15,010 રોકડા તેમજ આઠ મોબાઈલ કિંમત 4500 અને 2 મોટરસાયકલ કિંમત 45000 મળીને કુલ 64,510 નો મુદામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે