


મોરબીના રવાપર રોડ પર ગત રાત્રીના પિતા-પુત્ર પર આઠ જેટલા શખ્સો હુમલો કર્યો હતો જે અંગે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના યદુનંદન સોસાયટી માં રહેતા જીવણભાઈ ઉર્ફે હકભાઈ ખીમભાઈ કુંભરવાડિયા એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના તેના પુત્ર દેવ ને રવાપર ચોકડી પાસે રવાપરમાં રહેતા જયદીપ દેવદનભાઈ ડાંગર , આકાશ ઉર્ફે વાદી પટેલ , વિશાલ દેવદાનભાઈ ડાંગર, દેવદાનભાઈ ડાંગર અને ચાર અજાણ્યા માણસો આમ કુલ આઠ જેટલા શખસો એ સામાન્ય બાબતે તલવાર, ધારીયા જેવા હથિયાર સાથે મારવા માટે આવતા જેમાં દેવના પિતા જીવણભાઈ વચ્ચે આવતા પિતા-પુત્ર ને આ આઠ શખ્સો એ ગાળો આપી મારમર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે
જે અંગે પોલીસ ગુનો નોંધી જેની વધુ તપાસ જે.એમ.ગોસાઈ ચલાવી રહ્યા છે પોલીસ ગુનો નોંધ્યા બાદ આરોપી ને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી પણ તમામ આરોપી હાલ નાસી ગયા છે હુમલો ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ ચલાવી રહી છે પણ સૂત્રો માંથી મળતી વિગત મુજબ સામન્ય બાબતે બોલાચાલી લીધે આ હુમલો કરવામાં આવ્યો છે

