Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાવડી રોડ પર રહેણાંક મકાનમાં પત્તા રમતા આઠ શકુનિઓ ઝડપાયા

મોરબી પંથકમાં જુગારના ધમધમાટ વચ્ચે એ ડીવીઝન પોલીસે દરોડા કાર્યવાહી ચાલુ રાખી છે જેમાં વાવડી રોડ પરના રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને દબોચી લઈને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

વાવડી રોડ પરના ગાયત્રીનગરમાં હીરાલાલ મણિશંકર ભટ્ટના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરતા મકાનમાલિક હીરાલાલ ભટ્ટ, જગદીશ હરીલાલ પારેખ, ગોપાલ કરશન બાવરવા, જયંતી નરશી ગોધવિયા, ભદ્રેશ ગોરધન મેરજા, પ્રવીણ માવજી કાવર, નીતિન દલસુખ શેરશીયા અને વીરેન્દ્ર હરિભાઈ મહેતા એમ આઠ પત્તાપ્રેમીઓને દબોચી લઈને રોકડ રકમ ૪૦,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat