Billboard ad 1150*250

મોરબીના ટીંબડી પાટિયા પાસેથી ગૌરક્ષકોએ ૮ પશુ ભરેલી આઈસર ટ્રક ઝડપી

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના ટીંબડી નજીકથી આઈસરમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા

        મોરબીના ટીંબડી પાટિયા નજીકથી ગૌરક્ષકોની ટીમે પશુઓની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લઈને આઈસરમાં રહેલ પશુઓનો છુટકારો કરાવ્યો છે અને બંને ઇસમ સામે ફરિયાદ નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

        મોરબીના નવી ટીંબડી ગામના રહેવાસી પાર્થભાઈ મનસુખભાઈ નેસડીયા નામના ગૌસેવાકે પોલીસ ફરીયાદ નોંધાવી છે કે આરોપી જયસુખ વાલાભાઈ કોળી (ઉ.વ.૨૭) રહે લાલકા જસદણ જી રાજકોટ અને મેહુલ સુરેશ કોળી (ઉ.વ.૨૦) રહે લાલકા જસદણ જી રાજકોટ વાળાએ આઈસર ટ્રક નં જીજે ૩૩ ટી ૯૯૭૨ ના ચાલક અને ક્લીનરે આઈસરમાં નવા કટારીયા ગામથી જીવ નંગ ૯ જેમાં ગાય ચાર અને nani વાછરડી ત્રણ નંગ અને એક ખુંટ ભરી તમિલનાડુ રાજ્યમાં પરિવહન માટે લઇ જતા હોય જેની પાસે પરિવહન અંગેના પ્રમાણપત્ર કે આધાર ના હોય અને પશુ જીવ માટે પાણીની વ્યવસ્થા રાખી ના હોય જેથી પોલીસે પશુ ક્રુરતા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat