મોરબી, માળિયા અને ટંકારા પંથકમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી, માળિયા અને ટંકારા પંથકમાં પોલીસે ત્રણ અલગ અલગ સ્થળે દરોડા પાડીને જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ૩૦ હજારથી વધુની મત્તા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની ભરવાડ શેરીમાં રાત્રિના સમયે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડો કરતા જુગાર રમી રહેલા આમદ ઉર્ફે આમદો સતારભાઈ, શબ્બીર અબ્બાસ ખાટકી, મનોજ સાગર ડાભી અને દીપક મનોજ રાતડીયા રહે. બધા ખાટકીવાસ વાળાને ઝડપી રોકડ રકમ ૧૨,૫૩૦ ની રોકડ જપ્ત કરી છે.જયારે માળિયા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેજલપર ગામે એક શખ્શ વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતો હોય જે આરોપી રતિલાલ નરશીભાઈ ઝીન્ઝવાડિયા કોળી (ઉવ ૫૫) રહે. વેજલપર તા. માળિયાવાળાને ઝડપી લઈને રોકડ ૧૨૦૦ તેમજ ૨૦૦૦ નો મોબાઈલ મળી ૩૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

તેમજ ટંકારા તાલુકાના વીરપર ગામે હોકળા કાંઠે જુગાર રમી રહેલા હરસુખ રઘુભાઈ ઉઘરેજા, મનોજ કિશોરભાઈ મોરવાડિયા અને ભરત રતાભાઈ બાવરવા રોકડ રકમ ૧૪,૬૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat