


મોરબીના શનાળા ગામે ગત રાત્રીના સમયે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને એક જ રાત્રીમાં બે હોસ્પિટલ સહીત કુલ છ જગ્યાએ ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરીથી પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ખડા થયા છે.
મોરબીના શનાળા ગામે ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા જેને જીવનધારા હોસ્પિટલ સહિતની બે હોસ્પિટલ તેમજ વિમલ એન્ટરપ્રાઈઝ સહિતની ચાર દુકાનો મળીને છ સ્થળોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરોને પરચુરણ રકમ જ હાથ લાગી હતી અને નાની રકમ ગઈ હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી પરંતુ તસ્કરોએ એક જ રાત્રીમાં છ સ્થળોને નિશાન બનાવતા ગ્રામજનોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે
તો પોલીસના પેટ્રોલિંગ સામે ફરીથી સવાલો ઉપસ્થિત થયા છે તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ બિન્દાસ્ત ચોરી કરી રહ્યા છે આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે ત્યારે ફૂટેજને આધારે પોલીસ તસ્કરો સુધી પહોંચી શકશે કે કેમ તે જોવાનું રહ્યું

