


રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી / એઇડ્સ સંગઠન દ્વારા તાજેતરમાં મોરબીમાં એચઆઈવી દર્દીઓ માટે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૦૫થી HIV પોઝીટીવ દર્દીઓ માટેની સંસ્થા અનેકવિધ પ્રવૃતિઓ ચલાવી રહી છે જેમાં માનવ અધિકારોનું રક્ષણ થાય અને પોઝીટીવ લોકોને મદદરૂપ થઇ સકાય તેવા હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં HIV એઇડ્સ ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કાર્યક્રમ એફ.આઈ. એઆર ટીસી સરકારી હોસ્પિટલ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો
જેમાં ૪૦ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી જેનાથી બાળકોના મુખ પર હાસ્ય રેલાયું હતું સદ્કાર્યમાં દર્શનભાઈ કનેરિયા, વલ્લભભાઈ ગાંભવા, નૈમિષભાઈ પંડિત સહિતના દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ ડો. સરડવા તેમજ સંસ્થાના હસમુખભાઈ, જગદીશભાઈ પટેલ અને બોર્ડ મેમ્બર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

