Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર ખાતે ઇકો ફ્રેન્ડલી બેગનો તાલીમ વર્ગ યોજાયો

 

વાંકાનેરનાં ચાવડી ચોક ખાતે તાજેતરમાં જ બીપીએલ ના મહિલા લાભાર્થીઓને સરકારી યોજના ના ભાગરૂપે ઇકોફ્રેન્ડલી બેગનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકાર  દ્વારા દરેક બહેનોને ૬૦ દિવસના તાલીમ કેમ્પ બાદ રૂપિયા 3000 તથા સિલાઈ મશીન સહિત સાધન સામગ્રી આપવામાં આવશે. આ સરકારી યોજનાનો કાર્યક્રમ તા.૯થી શરુ થયો હતો .તેમજ મોરબી  પારુલ મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ રંજનબેન જે ભાયાણી એ જહેમત ઉઠાવી હતી અને કાયક્રમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો . આ કાર્યક્રમ મા સરકારી કર્મચારીઓ અધિકારીઓ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

 

જેમકે માટી કામ કલાકારી બોર્ડ ના ચેરમેન સુરેશભાઇ પ્રજાપતિ,અશ્વિનભાઈ વાળા, ડાયરેક્ટર સી મોહનભાઈ, ડે. કલેકટર જીજ્ઞાબેન ગઢવી સહિત સંગીતાબેન વોરા, બીજેપી કાર્યકર દમયતી મહેતા,  મેઘાબેન મહેતા વગેરેએ હાજરી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલા મહેમાનોનો પારુલ મહિલા સંસ્થાના પ્રમુખ રંજનબેને આભાર વ્યકત કર્યો હતો

 

 

 

Comments
Loading...
WhatsApp chat