ઉદયપુર હત્યાના પડઘા હળવદમાં પડ્યા, જેહાદી માનસિકતા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું 

 

રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા ઈસમો દ્વારા નિર્દોષ હિંદુ વેપારીની ધોળે દિવસે નિર્મમ હત્યા કરી જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે હળવદમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ઉદયપુર માં નિર્દોષ હિંદુ વેપારી કનૈયાલાલની સરાજાહેર દુકાનમાં જ હત્યા કરવામાં આવી છે જેથી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે જેમાં આજે હળવદ બજરંગ દળ દ્વારા ઇસ્લામિક આતંકવાદના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો તેમજ ઇસ્લામિક આતંકવાદ હાય હાય અને જયશ્રી રામ તેમજ ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી અને રોષ વ્યક્ત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat