Billboard ad 1150*250 Billboard ad 1150*250

ક્યાં હિંસક પ્રાણી બકરા ફાડી ખાધા જાણો અહીં

વાકાનેરના શક્તિપરામાં મકાનમાં ઘુસી ને હિંસક પ્રાણી સાત બકરાનું મારણ કર્યું હતું ઘટનાથી ગામમાં ભય નું વાતવરણ ફેલાયું હતું ક્યાં પ્રાણી મારણ કર્યું તે જાણવા મળ્યું નથી જેની વધુ તપાસ ફોરેસ્ટ વિભાગ કરી રહ્યું છે

બનાવની મળતી વિગત મુજબ વાકનેર તાલુકાના શક્તિપરામાં રહેતા જગદીશભાઈ ચંદુભાઈ મલ જેની પાસે સાત દુજેલા બકરા હતા જે ગત રાત્રીના સમયે તેણે બાંધી રાખ્યા હતા અને તે બીજા મકાનમાં સુવા ગયા હતા પણ મોડી રાત્રે કોઈ હિંસક પ્રાણી ઘરમાં ઘુસી ને બાંધેલ બકરાં ને ફાડી ને મારણ કરેલું હતું સવારે જ્યારે જગદીશભાઈ જાગ્યાં ત્યારે આ દ્રશ્યો જોઈ ને ચોકી ઉઠ્યા હતા અને વાતની જાણ થતાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને બધા મારણ થયેલા બકરાને ગામની બહાર દાટી દીધા હતા

આમ અચાનક જગદીશભાઈ પરિવાર ગુજરાન ચલાવમાં સહભાગી થતા બકરના મોત થી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગામમાં આવા હિંસક પશુથી ગ્રામજનો પણ ચિંતાતુર બન્યા હતા

આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ક્યાં હિંસક પશુ મારણ કર્યું તેની તપાસ શરૂ કરી હતી તો આ અંગે વાંકાનેરના આર.એફ.ઓ.ખાવડીયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગ્રામજનો દિપડા ની વાત કરી રહ્યા છે પણ જે રીતે બકરા નું મારણ થયું છે તે દીપડો આવી રીતે મારણ નથી કરતો પણ જે હિંસક પશુ હોય તેને પકડવા પેટ્રોલીગ વધારીને આગળની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે

તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ જે રીતે બકરાનું મારણ કરવમાં આવ્યું છે તે વરુ ની સ્ટાઇલ છે પણ ખરેખર ક્યાં હિંસક પ્રાણી મારણ કર્યું તેની તપાસ હાલ ફોરેસ્ટ વિભાગ ચલાવી રહ્યું છે.

Comments
Loading...
WhatsApp chat