



નિર્ભય સલામત ગુજરાતના ધ્યેય મંત્રને વરેલ મોરબી જીલ્લા પોલીસના કાર્યદક્ષ સમર્પિત પોલીસ અધિકારી મોરબી નાયબ પોલીસ અધિક્ષક કે.બી.ઝાલાનો આવતીકાલે દેવ ફનવલ્ડ,વાવડી ખાતે નિવૃત અભિવાદન સમારોહ યોજાશે.આ સમારોહ સાથે સાથે સંસ્કૃતિક લોકડાયરો અને ભોજન સમાંરભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્મમાં લોકસાહિત્યકાર ગોવિંદભાઈ પાલિયા,અનુભા ગઢવી અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી લોક ડાયરા થકી મહિમાનોને મનોરંજન પૂરું પાડશે.આ કાર્યકમમાં પધારવા મોરબી પોલીસ અધિક્ષક તથા મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

